નોલેજ ઝોન
સ્વિ ટ્ઝર્લેન્ડમાં તિતલિસ આલ્પ્સ પર્વતમાળામાં ગ્લેશિયરથી ૧,૫૦૦ ફીટની ઊંચાઈ પર રાહદારીઓ માટે એક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. સમુદ્રના લેવલથી આશરે ૧૦,૦૦૦ ફીટની ઊંચાઈએ બનેલા આ બ્રિજ પર ચાલવાનો આનંદ માણવા માટે પ્રવાસીઓમાં ખાસ આકર્ષણ જોવા મળે છે. આ વોક-વે બ્રિજની લંબાઈ ૩૩૦ ફીટની છે અને પહોળાઈ ૩ ફીટની રાખવામાં આવી છે. સતત પાંચ માસ સુધી કામ કરીને આ બ્રિજ બનાવાયો છે. સ્વિટ્ઝર્લેન્ડનો આ સૌથી ઊંચો અને લાંબો વોક-વે બ્રિજ છે. ગ્લેશિયરની ઉપર અને વાદળોની વચ્ચે ચાલવાનો આનંદ અનોખો હોય છે. પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતા આ દેશમાં વોક-વે બ્રિજ પ્રવાસીઓમાં ખરેખર આકર્ષણ કેન્દ્ર બન્યો છે. પર્વતમાળાની મુલાકાતે આવનારા સહેલાણીઓ આ વોક-વે બ્રિજમાં ચાલવાનું ચૂકતા નથી. એન્જલ્બર્ગ અને જેર્સકેલ્પને જોડતા કેબલ બ્રિજની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે ચાલુ વર્ષે આ તિતલિસ ક્લિફ વોક-વે બ્રિજ બનાવવામાં આવ્યો છે
|
Wednesday, February 6, 2013
૧૦,૦૦૦ ફીટની ઊંચાઈ પર બંધાયેલો સ્વિટ્ઝર્લેન્ડનો વોક-વે
Subscribe to:
Posts (Atom)